ગીર સોમનાથ, તા. ૧૧:
સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર સાહેબના 84માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના તીર્થસ્થળ પર ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે વિશેષ ધાર્મિક આયોજનો યોજાયા.
આ પાવન અવસરે શ્રી પરમાર સાહેબે સ્વયં સંકલ્પપૂર્વક મહાપૂજાની વિશેષ સામગ્રી અર્પણ કરી હતી. મંદિરના વેદશાસ્ત્રે નિપુણ પૂજારીગણ દ્વારા મહાપૂજાનું વિધિવત્ આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન સોમનાથને વિવિધ ઔષધિઓ, ફળો, ફૂલો તથા સ્નાન-શૃંગાર સામગ્રી અર્પણ કરવામાં આવી.
આ સાથે દીર્ઘાયુષ્ય તથા આરોગ્યમય જીવનની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ પણ કરાયો હતો, જેમાં સ્થાનિક તીર્થ પુરોહિતો અને ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો. આ અનોખા અવસરે સાંજના શૃંગાર દરમિયાન મંદિરને વિશેષ દીપમાળાઓથી શણગારવામાં આવ્યું અને સમગ્ર મંદિર પરિસરમાં દિવ્ય પ્રકાશ વિખેરાયો.
આધ્યાત્મિક શાંતિ અને ભક્તિભાવથી તરબોળ såd avyahayagya ને ભવ્ય બનાવી દીધો.
અહેવાલ: દિપક જોશી, ગીર સોમનાથ