સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવાતા વિરોધ સોમનાથમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યા.

સોમનાથ

સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રતિમાસ ગણેશ ચોથે વિશેષ પૂજન કાર્યક્રમ રાખેલ છે જેમાં પ્રભાસની બહારની રાજ્યની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સામેલ કરાય છે. જેને કારણે પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વ અને મુળભૂત હક્ક જે શાસ્ત્રોથી બક્ષાયેલ છે. તેને હાની પહોંચે છે. જેના અનુસંધાને આ અગાઉ આંદોલન કરેલ છતાં કંઈ પરિણામ મળેલ ન હતું જેથી ગઈકાલે સવારે લક્ષ્મીનારાયણ મંદિર ચોકમાં સોમનાથ મંદિર સામે ખાસ મંડપ બાંધી સોમપુરા બ્રાહ્મણ સમાજના 500થી વધુ ભાઈઓ- બહેનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા.

જે હકીકતની જાણ પ્રભાસ પાટણ પોલીસને થતાં પોલીસે આવી 105. થી વધુ વ્યકિતઓની અટક કરી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જ્યાં તમામ ભુદેવોએ પવિત્ર મંત્રોચ્ચારો, શ્લોકો, રામધૂન, ઓમ શિવાયની ધુન શિવભજનો તથા સુત્રોચ્ચાર કરેલ હતાં. બનાવની ખબર પડતાં જ કોંગી નેતા હીરાભાઈ જોટવા, સોમનાથ ધારાસભ્ય વિમલ ભાઇસૂડાસમા તથા અન્ય આગેવાનો પણ દોડી ગયા હતા. સાંજે છ વાગ્યે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એલસીબી પીઆઈ એ.બી. જાડેજા, પ્રભાસપાટણ પીઆઈ એમ.વી. પટેલની ઉપસ્થિતિમાં ખાસ મીટીંગ યોજાઈ હતી.

જેમાં ટ્રસ્ટ તરફથી લેખીત ખાત્રી આપવામાં આવી કે બહારના બ્રાહ્મણોને હવે ગણપતિ યજ્ઞમાં બોલાવાશે નહીં અને ટ્રસ્ટ દ્વારા પૂજા-વિધિમાં સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ બોલાવાશે તથા અન્ય માગણીઓ અંગે ટ્રસ્ટની બેઠક જ્યારે મળશે ત્યારે તેમાં પ્રશ્નો રજુ કરી નિર્ણય અપાશે તેવી લેખિત ખાત્રી અપાતા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આંદોલન સમેટાયું હતું.

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)