સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) એ સંધ્યા આરતી કરી

સોમનાથ,

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ પર પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) એ પાવન સંધ્યા આરતી અન્વયે ભક્તિભાવે આરંભ કરી. આ આરતીની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી, જેનો ભાઈશ્રીએ લાભ લીધો.

આ સમયે, સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી. સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભાઈશ્રીને મોમેન્ટો અર્પણ કરાયા, અને આ પવિત્ર પ્રસંગે વિખ્યાત ધર્મગુરૂ અને પવિત્ર તીર્થવિશ્વના શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા હાજર રહી.

અહેવાલ : દિપક જોષી, ગીર સોમનાથ પ્રાચી