ગીર સોમનાથ
શ્રાવણ માસના દર રવિવારે સોમનાથ દાદાના દર્શન માટે અનેક પદયાત્રીઓ કોડીનાર વેરાવળ હાઇવે પરથી પસાર થાય છે ભાવનગર, મહુવા,રાજુલા, જાફરાબાદ,ઉના,દિવ સહિતના વિસ્તારો માંથી પદયાત્રીઓ ચાલીને નીકળે છે.સોમવારે વહેલી સવારે દાદાના દર્શન કરી ધન્ય બને છે. આવા પદયાત્રીઓ માટે મુંબઇનો એક સંઘ પ્રાંચી નજીક અવિરત સેવા બજાવી રહ્યો છે.
શ્રાવણ અને સોમનાથ નું અનેરૂ મહાત્મ્ય છે.તેમાં પણ શ્રાવણનો સોમવાર હોય ત્યારે અનેક ભક્તો સૌરાષ્ટ્ર નાં છેક છેવાડાના ભાગ માંથી પણ સોમનાથ દર્શને આવતા હોય છે.ખાસ કરીને પદયાત્રા કરી સોમનાથ દર્શને આવવાનું અનેરૂ માહત્મ્ય લોકોમાં જોવા મળે છે.દૂર દુર થી લોકો ચાલીને સોમનાથ આવતા હોય ત્યારે રસ્તામાં તેઓને કોઈને કોઈ જરૂરિયાત ઉભી થાય ત્યારે પ્રાચી નજીક મુંબઇ સ્થિત લાભુદાદા જાનીનો સંઘ તેઓની સેવામાં તત્પર રહે છે.સતત 22વર્ષ પૂર્ણ કરી અને 23 માં વર્ષા વેરાવળ કોડીનાર હાઇવે પ્રાચી નજીક હાઇવે પર આ સંઘ સ્ટોલ બનાવે છે.આ સંઘ દ્વારા અહીં ચા-નાસ્તો અને ફરાળ પદયાત્રીઓ ને આપવામાં આવે છે.દરેક પદયાત્રી આ સંઘની અચૂક મુલાકાત લે છે.અહીં ફ્રેશ થઈ જાય સોમનાથ નો નાદ લગાવી સોમનાથ તરફ આગળ વધે છે.લાભુદાદા નાં આ સંઘની અવિરત સેવાને લઈને પદયાત્રીઓ અભિભૂત થાય છે લાભુદાદા અને તેઓનો સંઘ તેમજ પદયાત્રીઓ પણ દાદા સોમનાથનો પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન સોમનાથ સૌનું કલ્યાણ કરે .તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ના હાસ્ય કલાકાર દબકાપાર્ટી એટલે કે કાન્તિ જોશી એ પણ મુંબઈના સંઘ સાથે પદયાત્રીઓની સેવા કરી અને ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)