સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન બંધ રહેશે.

સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી મંદિરના પરિસરમાં યોજાતો “3D લાઈટ એન્ડ સાઉન્ડ શો” ચોમાસા દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. અને દરરોજ હજારો દર્શકો આ શો નિહાળવા સોમનાથ પહોંચે છે. ત્યારે ઓપન એર પેવેલિયન માં મંદિર પર યોજાતા આ શો ને વર્ષાઋતુ દરમિયાન પ્રતિવર્ષ યાત્રીઓ અને સાધનો ની સુરક્ષાને ધ્યાનમાં લઈને બંધ રાખવામાં આવે છે. જે અનુસાર ચાલુ વર્ષે પણ સોમનાથમાં વરસાદની શરૂઆત થતાં જ લાઈટ એન્ડ સાઉન્ડ શો વર્ષાઋતુ ની પૂર્ણતા સુધી બંધ રાખવાની ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

તીર્થમાં વિધિવત વરસાદનો પ્રારંભ થતાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન શો બંધ રહેશે

ભક્તોમાં પ્રિય એવો લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા પછી ફરી શરૂ કરવામાં આવશે.

અહેવાલ: – દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)