સોમનાથ મંદિર પાસે આખલાનો ત્રાસ દીન પ્રતીદીન વધી રહ્યૉ છે. સોમનાથ દર્શને આવેલ બે યાત્રિકોને ખૂટ્યાઓએ અડફેટ લઈ ઈજાઓ પહોંચાડી છે..

ગીર સોમનાથ :

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. છાશવારે અનેક યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડે છે. તંત્ર ધ્યાનસ્થ મુદ્રામાં જોવા મળે છે .. આજે મુંબઈના યાત્રીક પિતા પુત્રીને બેખૂટીયા ની લડાઈમાં ભારે ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા..

સોમનાથ મંદિર પાસે આખલાનો ત્રાસ દીન પ્રતીદીન વધી રહ્યૉ છે. સોમનાથ દર્શને આવેલ બે યાત્રિકોને ખૂટ્યાઓએ હડફેટ લઈ ઈજાઓ પહોંચાડી છે..

પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે .અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શન આવેલા યાત્રીકો પ્રવાસીઓને હડફેટ લે છે નાના વેપારી ઓ ને નૂકશાન પહોચાડે છે. આમ છતાં આઈકોનીક પ્લેસ ગણાતા સોમનાથ તિર્થ મા તંત્ર ની ગંભીર બેદરકારી નો ભોગ યાત્રીકો બને છે.

આજે સોમનાથ મંદિર પાસે ફેરીયાઓને હડફટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યું અને મુંબઈથી સોમનાથ દર્શન ને આવેલા પીતાપૂત્રી ને ખૂંટિયા ઓએ પછાડી ઈજાઓ કરી હતી..

અહેવાલ : હુસેન ભાદરકા (ગીર સોમનાથ)