સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ ત્રીજ પર કેસરીયા પુષ્પ શણગાર.

સોમનાથ તા. ૧૨ ઓગસ્ટ – પવિત્ર શ્રાવણ કૃષ્ણ ત્રીજના દિવસે સોમનાથ મહાદેવને વિશેષ કેસરીયા પુષ્પોથી ભવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. પૂજારીઓ દ્વારા મહાદેવને કાંતિમય કેસરીયા ફૂલો વડે અલંકારિત કરવામાં આવ્યા, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા.

કેસરીયા પુષ્પ ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતા મુજબ આવા પુષ્પ અર્પણ કરવાથી ભક્તોને ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કેસરિયો રંગ શિવજીના તપ અને વિરક્તિના પ્રતીકરૂપ છે, જે આધ્યાત્મિક શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ સોમનાથ ધામે ઉપસ્થિત રહી કેસરીયા શણગારના દર્શન કર્યા અને પોતાને ધન્ય અનુભવ્યા. વિશેષ શ્રૃંગારના દર્શન સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ