સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા માટે ઉચ્ચ સ્તરે ચાંપતી નજર, હોટલ અને ગેસ્ટહાઉસ પર તપાસ અભિયાન

ગીર સોમનાથ, ૨૫ એપ્રિલ ૨૦૨૫
ભારતના શ્રેષ્ઠ તીર્થસ્થળોમાં ગણાતું સોમનાથ મહાદેવ મંદિર હાલ સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર હેઠળ છે. તાજેતરમાં મંદિર પર કોઈ પણ પ્રકારના ખતરાને ધ્યાનમાં લઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

વિશેષ તપાસ અભિયાન હેઠળ, સોમનાથ વિસ્તારના હોટલ, લૉઝ અને ગેસ્ટહાઉસોમાં સ્થાનિક પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અહીં આવનાર મહેમાનોના ઓળખપત્રો, રોકાણ નોંધ તથા અન્ય વિગતો ચકાસવામાં આવી રહી છે.

મુખ્ય ઉદ્દેશ:

  • મંદિરની આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ પ્રવેશ ન કરે.
  • યાત્રાળુઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે.
  • પાવન તીર્થધામની શાંતિભંગ ન થાય.

સ્થાનિક પોલીસ અને બંદોબસ્ત દળો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દરેક વિસ્તૃત ચેકિંગ કરીને મંદિર તેમજ તેના આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે.

પ્રશાસન દ્વારા અપીલ:
પ્રશાસને સ્થાનિક રહીશો અને યાત્રાળુઓને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે અને પોતાનું સહકાર આપે.

અહેવાલ: મૌલિક ઝણકાટ, ગીર સોમનાથ