સોમનાથ સિદ્ધપુર રૂટ ની એસ.ટી બસ સેવાઓ શરૂ થઈ કિશોરભાઈ કુહાડા સોમનાથ ટ્રસ્ટ ના વરદ હસ્તે શુભારંભ સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને વેરાવળ-પાટણ હિન્દુ સમાજ દ્વારા આ બસ સ્લીપર કોચ ફાળવવા રજૂઆત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ અને સિદ્ધપુર ડેપો મેનેજર શ્રી ના પ્રયત્નસિલ સાથ સહયોગ સાથે સોમનાથ મહાદેવ ના સાનીદય પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર સિટીઝન મહીલાઓ ને સોમનાથ થી સિદ્ધપુર પાટણ ની એસ ટી બસ નો શુભ પ્રારંભ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાયરેક્ટર અને અખિલ ગુજરાત માછીમાર મહામંડલ ના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સમાજ ના.પ્રમુખ જીતુભાઈ કુહાડા સોમનાથ ટ્રસ્ટ ના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા સ્વ પુનમ બેન સોની સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ ના વરદ હસ્તે ધાર્મિક મંત્રોચાર સાથે વિધીવત પ્રારંભ કરેલ બસ ના ડ્રાઇવર કંડકટર સહિત આમંત્રિત મહેમાન સોરઠીયા વાળંદ સમાજ ના.પ્રમુખ મહેશભાઈ કડવા પાટીદાર સમાજ ના.પ્રમુખ રસિકભાઈ.પટેલે પુષ્પગુચ્છ ફુલહાર બસ નુ ભાવભેર સ્વાગત કરી સન્માનિત કરેલ આ બસ સોમનાથ થી સાજે ૭ વાગ્યે ઉપડી વેરાવળ-કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ સુરેન્દ્રનગર બહુચરાજી ઉમીયા ધામ ઉઝા થઈ સિદ્ધપુર પાટણ પહોચશે જેનુ ભાડુ ૩૩૦ રાખેલ હોય આ બસ સિદ્ધપુર થી સાજે પાંચ કલાકે સોમનાથ વાયા હારીજ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જેતપુર જુનાગઢ કેશોદ વેરાવળ સોમનાથ સવારે છ કલાકે પહોચશે આ બસ ને સ્લીપર કોચ સેવાઓ ઉપલબ્ધ થાય તો સીનીયર સિટીઝન મહીલાઓ પરિવાર ને આરામ દાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર વેરાવળ-પાટણ સનાતન. હિન્દુ સમાજ ના.પ્રમુખ જીતુભાઈ કિશોરભાઈ કુહાડા સહીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા પાલનપુર વિભાગ તેમજ સિદ્ધપુર ડેપો મેનેજર સહિત ને રજૂઆત કરેલ.

અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)