સોરાષ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ આર્ટસ, કોમર્સ, બી.બી.એ. અને સાયન્સના કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હાર્દિક ભટ્ટ ના સહકારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં કાર્યરત કોમર્સ ભવન ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિનેશ ચાવડા દ્વારા “Unlocking Opportunities: The Future of Commerce Career” વિષય પર એક દિવસીય નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ડૉ. દિનેશ ચાવડા દ્વારા કોમર્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો, વૈશ્વિક અર્થતંત્રના બદલાતા પરિપ્રેક્ષ્ય અને ટેકનોલોજીની અસર અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. તેમણે યુવા પેઢીને ભવિષ્યની મહત્વની તકો માટે તૈયાર રહેવા અને નવીન વિચારસરણીથી પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા માટે પ્રેરિત કર્યા.
વ્યાખ્યાન દરમિયાન, તેઓએ વિદ્યાર્થીઓને નવા નવા કાર્યક્ષેત્રોની ઓળખ કરવા પ્રોત્સાહિત કર્યા, જ્યાં તેમના નૈતિક મૂલ્યો અને ટેકનિકલ કુશળતા સાથે વિશેષ યોગદાન આપી શકાય. તેમજ, કારકિર્દી માટે યોગ્ય પ્લાનિંગ અને સતત સશક્ત બનવાની વૃત્તિને પણ ખાસ જોર આપવામાં આવ્યું હતું , વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ અને પ્રેરણાત્મક બનેલું આ વ્યાખ્યાન ભવિષ્યમાં તેમને તેમની કારકિર્દી માટે માર્ગદર્શનરૂપ નીવડશે અને વિધાર્થીના આત્મવિશ્વાસ વધારશે. આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક સાબિત થયું,
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હાર્દિક ભટ્ટ એ પણ પ્રવચનને મહત્વ આપતા જણાવ્યું કે વિધાર્થી ની કારકિર્દી માટે નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે આવા વક્તવ્ય ખુબ જ મહત્વ ના રહે છે તેમજ આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોરાષ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા કોલેજના કોમર્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુવા હર્ષિતા દિનેશભાઈ અને કોમર્સ વિભાગના અધ્યક્ષ શ્રી નરેશભાઈ હડિયા તેમજ સમગ્ર સ્ટાફ સહયોગ થી કાર્યકમ સફળ રહ્યો તે માટે સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)