ગુજરાત:
અત્યારના ડિજિટલ યુગમાં પણ સાબધાની જ સાચી સુરક્ષા છે – સોશીયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ‘શેર માર્કેટમાં નફો આપતી’ એવી લોભામણી જાહેરાતો દ્વારા છેતરપીંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
ચેતવણીરૂપ બનાવ બન્યો છે જેમાં શખ્સોએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટો નફો મળતો હોવાનું આકર્ષક પ્રદર્શન કર્યુ. આવા લાલચમાં આવનારા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ એક ફેક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી.
શરુઆતમાં એ એપમાં નકલી નફો બતાવતાં લોકો વધુ રકમ ઇન્વેસ્ટ કરવા પ્રેરાય. પરંતુ જ્યારે કોઈ રકમ ઉપાડવાની વાત આવે ત્યારે તેમણે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન મળતાં છેતરાતા હોવાની જાણ થતાં છે.
આ મમલો છેતરપીંડીના ગુનામાં આવે છે અને આ ટોળકી માત્ર ઓનલાઇન પેજીસથી નહીં પરંતુ ફોન કોલ, મેસેજિંગ અને પર્સનલ કનેક્શન દ્વારા પણ લોકોને લાલચ આપી વિશ્વાસ ઘાત કરે છે.
પોલીસની ચેતવણી:
સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા લોકોને સતત જણાવવામાં આવે છે કે કોઈ અજાણ્યા લિંક, એપ કે ઇન્વેસ્ટમેન્ટ કંપની પર આંખ મુકી વિશ્વાસ ન રાખવો. આવાં મામલામાં અરજી મળતાં તાત્કાલિક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સાવચેતી રાખો – આટલું ખાસ ધ્યાનમાં રાખો:
- ફેક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતા પહેલા તેની ઑફિશિયલ વેબસાઈટ તપાસો
- ‘મોટો નફો’ આપતી જાહેરાતોથી સાવચેત રહો
- તમારા બેન્ક ડિટેઈલ્સ કે ઓટીપી કોઈ સાથે શેર ન કરો
- કોઇ પણ અનજાણી ફાઇનાન્સ કંપનીમાં રોકાણ કરતા પહેલા વિત્તીય સલાહકારની સલાહ લો