સૌરાષ્ટ્ર, 31 માર્ચ 2025: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રમાડતી આંતરજિલ્લા તાજાવાલા ટ્રોફીમાં જૂનાગઢ જિલ્લા ની ટીમે સુરેન્દ્રનગર રૂરલની ટીમ સામે સેમિફાઈનલ મૅચ જીતીને અપર ગ્રુપમાં પ્રવેશ કર્યો છે.
સુરેન્દ્રનગર ખાતે રમાયેલી આ સેમિફાઈનલ મૅચમાં, સુરેન્દ્રનગર રૂરલ ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી અને 39.2 ઓવરમાં 143 રન પર ઓલ આઉટ થઈ ગઈ. જૂનાગઢ સિટી તરફથી પાર્થ ભૂત 3 વિકેટ, કૃષણ બાબરીયા અને જયદીપ મોરીએ 2-2 વિકેટ, જ્યારે ઋષીલ પાઉં અને કલ્પ લાડાણીએ 1-1 વિકેટ લીધી.
144 રનના ટાર્ગેટનો પીછો કરતી જૂનાગઢ સિટી ટીમ તરફથી રિધમ નકુમે 7 ચોગ્ગા સાથે 68 રન ફટકાર્યા અને જ્યોર્તીર પુરોહિતે 6 ચોગ્ગા સાથે 66 રન બનાવ્યા. રિધમ નકુમ અને જ્યોર્તીર પુરોહિતની શાનદાર 133 રનની પાર્ટનરશીપ સાથે જૂનાગઢ સિટી 9 વિકેટે આ મેચ જીતી હતી.
આ જીતથી જૂનાગઢ ક્રિકેટ એસોસિએશનની ટીમ અપર ગ્રુપમાં ક્વોલિફાઈ કરી ગઈ છે. તમામ ખેલાડીઓને અને કોચ ભારત બઢને જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા અને સિલેક્ટર કમલ ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ