સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જુનાગઢ દ્વારા સનાતન સંસ્કૃતિ ના વહન કાર્ય હેતુથી દેવાધિદેવ મહાદેવ ના રુદ્રાભિષેકનું આયોજન.

જૂનાગઢ

દર માસની શિવરાત્રી ના દિવસે જૂનાગઢ મહાનગર ના જુદા જુદા શિવાલયોમાં રૂદ્રાભિષેક કરવામાં આવે છે. આ વખતની શિવરાત્રીએ શાસ્ત્ર શક્તિ અને શસ્ત્ર શક્તિ ના સુભગ સમન્વય રુપ ભારતની સરહદો પર માતૃભૂમિ ની રક્ષા કાજે કાર્યરત જવાનો પૈકી કેટલાક જવાનો અને અધિકારીઓ હાલ NCC કેડેટસ્ બટાલિયન 8‌ માં મિલિટરી તાલીમ આપી રહ્યા છે.

આ જવાનોમાં મા ભારતી ની રક્ષા કરી દુશ્મનો નાદાંત ખાટા કરવાનું સાહસ, શોર્ય અને શક્તિ દેવાધિદેવ મહાદેવ પ્રદાન કરે તેવા પવિત્ર હેતુથી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા NCC ના સુબેદાર મેજર શ્રી બલવંતસિંહ ના મુખ્ય યજમાન પદે આગામી જેઠ વદ ૧૩/૧૪ (શિવરાત્રી) તા.૪/૦૭/૨૪ ગુરૂવારે રાત્રે ૯:૦૦ કલાક થી શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, NCC પરેડ ગ્રાઉન્ડ,જલ ભવન સામે , બિલખા રોડ, જૂનાગઢ ખાતે રુદ્રાભિષેક નું આયોજન કરવામાં આવેલ છે તો શિવ ઉપાસક સૌ ને સહ પરિવાર પધારવા સંસ્થા તરફથી સાદર નિમંત્રણ આપવામાં આવેલ છે.રુદ્રાભિષેક પૂર્ણ થયે અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

અહેવાલ: – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)