સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સ્તરે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો.

મોરબી જીલ્લાના યજમાન પદે પરશુરામધામ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં સન્માનિત થયેલ જુનાગઢના તેજસ્વી તારલાઓને આજરોજ તા. ૦૧/૦૧/૨૦૨૫ના રોજ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદી, જૂનાગઢ જીલ્લા પ્રમુખશ્રી, સૌ. ક. સમસ્ત બ્રહ્મસમાજ, તથા શ્રી કિરણભાઈ પુરોહિત, જૂનાગઢ જીલ્લા મહામંત્રી, ડૉ. મનીષભાઈ જાની, ઉપપ્રમુખની ઉપસ્થિતમાં જૂનાગઢ ખાતે સન્માનિત કરવામાં આવ્યા.

  1. વાચા જપનકુમાર વ્યાસ દ્વારા ધોરણ 10 માં 98.16 ટકા મેળવી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજમાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધારેલ છે. જુદા જુદા વિભાગના કુલ ૮ સન્માન પત્રો અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.
  2. વ્યાસ નંદીની અતુલભાઇએ બીએસસી માં ૮૪ ટકા જેવા ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે
  3. વ્યાસ સુમન અતુલભાઇએ એલએલબી માં 65 ટકા ગુણ મેળવી ગૌરવ વધારેલ છે.
  4. ઉપાસના મનીષભાઈ જાની દ્વારા ધોરણ 12 સાયન્સમાં 85% ગુણ સાથે ઉત્તિર્ણ થઈ

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે.
તમામ તેજસ્વી તારલાઓને બ્રહ્મ સમાજનાં પ્રમુખશ્રી અને હોદેદારો તરફથી સન્માનપત્ર આપી અને અભિનંદન પાઠવવામાં આવ્યા તથા ભવિષ્યમાં ઉતરોતર પ્રગતી કરી સમાજ અને ભારત દેશનું નામ રોશન કરવાના આશીર્વાદ પાઠવ્યા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)