◆ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, જૂનાગઢ દ્વારા મહાદેવના રુદ્રાભિષેકનું આયોજન
◆ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, જૂનાગઢ દ્વારા મહાદેવના પાવન રુદ્રાભિષેક શિવ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
◆ બ્રહ્મસમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છેલભાઈ જોશી, ટ્રસ્ટી હસુભાઈ જોશી તથા જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ, સનાતન સંસ્કૃતિના વહન માટે દર માસની શિવરાત્રી પર વિભિન્ન શિવાલયોમાં રુદ્રાભિષેક યોજાય છે.
◆ તે મુજબ આગામી રુદ્રાભિષેક ફાગણ વદ ૧૩ (શિવરાત્રી) તા. ૨૭-૦૩-૨૫, ગુરુવાર રાત્રે ૯:૦૦ કલાકે બ્રહ્મેશ્વર ધામ, ખાખ ચોકની બાજુમાં, ભવનાથ, જૂનાગઢ ખાતે યોજવામાં આવશે.
◆ બ્રહ્મ સમાજના દરેક સભ્યોને તેમના પરિવારો સાથે પધારવા માટે સાદર આમંત્રણ આપવામાં આવે છે.
◆ આ વિશેષ અવસર અંગે વધુ માહિતી માટે પ્રો. ડો. મનીષભાઈ જાની (Mo. 81419 45119) નો સંપર્ક કરવા જણાવાયું છે.
◆ નોંધ: મંદિર પ્રશાસન અનુસાર માત્ર ધોતી ધારણ કરેલ ભક્તોને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે.
◆ આપની ઉપસ્થિતિની પુષ્ટિ સભ્ય સંખ્યા સાથે આપી યોગ્ય વ્યવસ્થા માટે સહયોગ આપવા વિનંતી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)