સૌરાષ્ટ્ર કરછ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જૂનાગઢ આયોજિત નવરાત્રી મહોત્સવ અંગે ની મીટીંગ.

જૂનાગઢ

સૌરાષ્ટ્ર-કરછ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ આયોજિત નવરાત્ર મહોત્સવ લગભગ 17 વરસ પહેલાથી અસ્તિત્વમા છે વચ્ચે કોરોના કાળ મા નવરાત્ર મહોત્સવ આરોગ્ય ને ધ્યાને લઇ નામદાર સરકારશ્રીના આદેસાનુસાર નવરાત્રી મહોત્સવ સ્થગિત હતો પરંતુ છેલ્લા કેટલાય વરસોથી ચાલતી પરંપરાગત નવરાત્રી કે જેમાં ભારતીય રાષ્ટ્રીય સનાતન પરંપરા મુજબ માં ભવાની શિવાની નું વિવેકાનંદ ગ્રુપ દવારા સ્થાપના કરી નિયમિત આહવાહન હવન પૂજન સાથે પૂર્ણ પોષાક સાથે નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવ યોજાતો આવ્યો છે.

આ વખતે વરસાદી માહોલ ની આગાહી ધ્યાને લઈ ચર્ચા વિચારણા, ચિંતન કરવા બ્રહ્મ અગ્રણીઓશ્રી ભરતભાઈ લખલાણી,રૂપલબેન , મેહુલભાઈ દવે, શૈલેષભાઇ રવૈયા, પ્રો.મનીષભાઈ જાની, રાજેશભાઇ ઠાકર, પ્રફુલ્લભાઈ જોશી, રીંકલબેન, જ્યોતિબેન મહેતા, હેમાંગીબેન, ગીતાબેન, ધર્મિષ્ઠાબેન, માલતીબેન મહેતા, કનકબેન વ્યાસ, મુકેશભાઈ મહેતા, રવિભાઈ ઠાકર, સુનિતા સેવક કૈલાશબેન વેગડા, રમેશભાઈ મહેતા, ગોપાલકૃષ્ણ શાસ્ત્રી, કિરણભાઈ પુરોહિત, શ્રી યોગેશભાઈ પુરોહિત, શ્રી મહેશભાઈ જોશી, પ્રો.મેહુલભાઈ જાની,જે.બી શિલું વગેરે ની મીટીંગ સંસ્થા ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ત્રિવેદી હાજરીમા બ્રહ્મ અગ્રણીશ્રી છેલભાઈ જોષી તથા ભાગવતાચાર્યશ્રી નરેન્દ્રપ્રસાદ્દ શાસ્ત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં તા.6/9/24 ના રોજ સવારે ૧૧ કલાકે પુનિત શોપિંગ સેન્ટર, રાણાવાવ ચોક, જૂનાગઢ ખાતે મળનારી છે તો તેમાં બ્રહ્મસમાજ ના આગેવાનો, સ્વયંસેવકો ને ઉપસ્થિત રહેવા માટે સંસ્થા તરફથી વિનંતી કરવામાં આવી છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)