સૌરાષ્ટ્ર પ્રદેશના જરૂરી અને ધારદાર પ્રશ્નો :સમગ્ર ગુજરાત ના ખેડૂત પુત્રો ની મુખ્ય મુંજવણ નો હલ વહેલી તકે થાય…

જૂનાગઢ

થોડા દિવસ પહેલા 18 મી લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ, ભાજપની સરકાર કેન્દ્રમાં નવનિયુક્ત થઇ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન ત્રીજી વખત સરકાર ની રચના કરી. આ પ્રસંગે અભિનંદન.

સૌરાષ્ટ્ર પ્રદેશની ભૌગોલિક આકાર ઊંઘી રકાબી જેવો છે,જે પર્વત, ડુંગરા ,ટેકરી અને ખડ કાર પ્રદેશ છે. તેમ જ ત્રણ દિશામાં 645 કિલોમીટરનો સમુદ્ર કિનારા વાળો, પ્રદેશ નું પાણી ક્ષારયુક્ત છે. પરિણામે ખેતી બિન ઉત્પાદક બની ગઈ છે. જયારે દક્ષિણ ગુજરાતનો સિંચાઈ માટે ઉકાઈ, નર્મદા બંધ કે ભાડભૂત આડબંધ નો સૌરાષ્ટ્ર પ્રદેશને સિંચાઈનો લાભ નહિવત મળેલ છે.

સૌરાષ્ટ્ર અસરગ્રસ્ત વિસ્તારને બારમાસી સિંચાઈ પ્રાપ્ત માટે યોજનાઓનું અમલીકરણ થાય તે માટે સરકાર સાથે સંકલન કરી અમલીકરણ ની દિશામાં કાર્ય કરવા આયોજન જરૂરી છે. આ પ્રશ્નનું નિરાકરણ માટે હાલ સારો યોગ છે, કારણ કે ગુજરાત અને કેન્દ્રમાં સમાન વિચારધારા વાળી સરકાર કાર્યરત છે. જે વિકાસ ને અગ્રીમતા આપે છે.

જળ એ જીવન છે અને વિકાસ માટે જલ જરૂરી છે.
( 1 )સૌની યોજના: સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના.” સૌની યોજના” નર્મદા સબ કેનાલ દ્વારા સૌરાષ્ટ્ર ને પાઇપ લાઇન દ્વારા નર્મદા જળ વિતરણ નું અમલીકરણ 2010 માં કરવામાં આવેલ. આયોજન ત્રણ ફેઝ અને કુલ ચાર લિંક દ્વારા સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં 115 જળાશયો ભરવા નું છે. લિંક એક થી ત્રણ નું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે લિંક 4 ની પાઇપ લાઇન કેનાલ નું કામ 2020 માં પૂર્ણ કરવાનું હતું .પરંતુ આ લિંક 4 જૂનાગઢ જિલ્લા ના ડેમ વ્રજમી, ભાખરવડ અને હીરણ 2 નું કામ જૂન 2024 સુધી પૂર્ણ થયેલ નથી.* “સૌની યોજના” અમલીકરણ :
( 1) સૌરાષ્ટ્રને પીવા અને ઉદ્યોગ માટે પાણી પુરવઠો પૂરું પાડે છે.
( 2 ). 35 જળાશયોમાંથી સિંચાઈ માટે 972 ગામના કુલ 10.23 લાખ એકર જમીનમાં સિંચાઈનો લાભ મળશે તેવું આયોજન થયેલ છે,પરંતુ સિંચાઈ માટે અમલીકરણ નહિવત જોવા મળે છે.
( 3) સમુદ્ર કિનારા ક્ષારયુક્ત જમીન માં સિંચાઈ માટે શુધ્ધ પાણી અગ્રિમતા થી આપવાનું જરૂરી છે, જેથી જમીન સુધારણા ક્ષાર યુક્ત પાણી સુધારણા દ્વારા ક્ષાર વાળો પ્રદેશ ઉપજાઉ થાય.
( 4 ) લિંક 4 નું અપૂર્ણ કામ ભાખરવડ, વ્રજમી હીરણ 2 અને મેઘલ ટી.આર. (ચોરવાડ) ડેમ પાઇપ લાઇન નું કામ પૂર્ણ કરી નર્મદા નીર ડેમમાં ભરી લાભ આપો. બે વર્ષથી કામ પૂર્ણ થયેલ નથી.
( 5 ) સૌની યોજનામાં સૌરાષ્ટ્રને વધુ ભાગીદારી નર્મદા નીર ની મળે તે માટે યોજનામાં ફેરવિચારણા (સુધારણા) કરવી.
(ક )નર્મદા મુખ્ય નહેરમાંથી ગુજરાતને કુલ 37 સબ કેનાલ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાંથી સૌરાષ્ટ્ર દુકાળગ્રસ્ત પ્રદેશના 12 જિલ્લામાં માટે ફક્ત એક જ સબ કેનાલ દ્વારા પાણી આપવામાં આવેલ છે. ભવિષ્યમાં સૌરાષ્ટ્રને બે થી ત્રણ વધારાની સબકેનાલ આપવાનું આયોજન કરવું, જેથી જરૂરિયાત વાળા પ્રદેશને પાણી પુરવઠો વધુ મળી શકે.
( ખ) ભરૂચ જિલ્લાનો ભાળભૂત બાંધ નર્મદા મુખ આગળ ભરૂચ ખાતે બંધનું બાંધકામ ચાલુ છે.
આ બંધ જળાશય કેનાલ ભરૂચ અને વડોદરા જિલ્લા ના કમાંડ એરિયા મા સિંચાઈનું પાણી આપવું અને નર્મદા મુખ્ય નહેરમાંથી ત્રણ નહેર ની શાખાઓ દ્વારા બચત પાણી દુષ્કાળગ્રસ્ત પ્રદેશ સૌરાષ્ટ્ર ને આપવું.

( 2 ) કલ્પસર યોજના: સૌરાષ્ટ્ર પ્રદેશની જીવા દોરી સમાન યોજના ખંભાતના અખાતમાં 30 કિલોમીટર બંધનું આયોજન છેલ્લા 40 વર્ષથી કરવામાં આવેલ છે. ગુજરાત સરકારમાં નર્મદા સરોવર અને કલ્પસર મંત્રાલય કામ કરી રહ્યું છે. પરંતુ અમલીકરણ શૂન્ય છે.
સૌરાષ્ટ્રની જીવાદોરી” કલ્પસર યોજના” ની વિશિષ્ટતાઓ
( 1 ) દીર્ઘદષ્ટા કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સાહેબનું આયોજન છે.
( 2 ) ખંભાતના અખાતમાં ૨૦૦ કિલોમીટર લંબાઈ અને 2000 ચોરસ કિલોમીટર મીઠા સ્વચ્છ પાણીનું જળાશય, જેમાં નર્મદા, મહીસાગર, ધાધર, સાબરમતી અને અન્ય નદીઓના પૂરના પાણીનો 1000 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ કરી સૌરાષ્ટ્ર ના અછત વાળા પ્રદેશને 100% પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્ર પ્રદેશ ભાવનગર થી મોરબી સુરેન્દ્રનગર સમુદ્ર કિનારે 642 km ની નહેર નું આયોજન.
( 4 ) સૌરાષ્ટ્રના 10.54 લાખ હેક્ટર સિંચાઈ માટેની યોજના ,જે સ્વચ્છ પાણી પીવા અને ઉદ્યોગ માં ઉપયોગમાં લેવામાં આવશે.
( 5 ) સૌરાષ્ટ્રના 90 ડેમમાં પાણી ભરી નદીઓ- ડેમ જીવતા થશે.
( 6 ) સૌરાષ્ટ્ર પ્રદેશને 12 માસ પાણી મળવાથી દરિયા કિનારા ની ક્ષાર નિયંત્રણ અને બંજર જમીનનું નવસર્જન થશે.
▪️બારેમાસ સિંચાઈ દ્વારા બે થી ત્રણ ગણું કૃષિ ઉત્પાદન વધશે.
▪️ઘાસચારો ઉત્પાદન વધતા ડેરી ઉત્પાદન વધશે.
▪️300 દિવસ ખેડૂતો અને ખેત મજૂરોને રોજગારી મળશે.
( 7 ) સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને જોડતો બંધ જેનો વિશિષ્ટ ઉપયોગ રોડ અને રેલવે ટ્રેક નું આયોજન કરવામાં આવેલ છે, જે 200 km જેટલું રોડ અંતર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે ઘટી જશે. આમ પરિવહન અંતર અને સમય નો બચત થશે.
(8) સૌરાષ્ટ્રની જીવા દોરી સમાન કલ્પસર યોજના 40 વર્ષથી આયોજન સ્થિતિમાં જ છે. જેનો વર્ષ 2018 સુધી આયોજન ખર્ચ 161 કરોડ થયેલ છે. પરંતુ અમલીકરણ થયેલ નથી.
અમલીકરણ: સૌરાષ્ટ્રની રાજકીય -પ્રજાકીય ઉદાસીનતા ના કારણે પ્રોજેક્ટ વિલંબ થવા પામ્યો છે !
* આ માટે આવનાર દિવસોમાં જાગૃત પ્રજાજનો, રાજકીય-પ્રજા પ્રતિનિધિઓ અને હાલની લોકહિત ,લોક ચાહના વાળી સરકાર,આ યોજના વિના વિલંબે અમલીકરણ થાય તેજ પ્રાર્થના.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)