ધોરાજી
સૌરાષ્ટ્રનું ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે.રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના પાટણવાવા નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે.લોક વાયકા મુજબ મહાભારત ના સમય માં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે.તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.વનસ્પતિના મૂળ માંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે.ભીમ કુંડ પણ અહીં જોવામાં મળે છે.વનવાસ દરમિયાન કુંતી માતા ને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે.અને કુંતીમાતા ને પાણી પીવડાવે છે.તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે. સાથો સાથ આ ડુંગર પર ઓસમમાત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે.ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતા ના દર્શન કરવા થઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
શ્રવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવ ના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સાથો સાથ વરસાદ બાદ ઓસમ ડુંગર સોળેકલા એ ખીલી ઉઠ્યો છે.ચોતરફ હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે.જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પોહચિયા હતા.
અહેવાલ :- કરણ સોલંકી ધોરાજી