સ્કૂલના નાના બાળકોને રીક્ષામાં ઘેટાં બકરાં ની જેમ લઈ જતા વિડિયો વાઇરલ!

નવસારી શહેરમાં સ્કૂલના નાના બાળકોને રીક્ષામાં આગળ, પાછળ કોઈ પણ પ્રકારની રીક્ષામાં જાળીઓ લગાડવામાં નથી આવી છે એવો વિડિયો વાઇરલ થયો છે! આજના સમયમાં બાળકોનું શિક્ષણ મહત્વપૂર્ણ છે પરંતુ કેટલીકવાર તેમના સલામતી માટે ચિંતાની બાબત બની જાય છે આ રીતે રિક્ષામાં સુરક્ષા વગર બેસાડી શાળા સુધીનો માર્ગ અતિ જોખમી અને અસુવિધાજનક હોય છે. નાગરિકોએ જણાવ્યું છે કે બાળકોને રીક્ષામાં ઘેટાં બકરાંની જેમ બેસાડી લેવામાં આવી રહ્યા છે જેની કાળજી લેવાની જરૂર છે બાળકોની સલામતીને લઈને વાલીઓમાં ભારે ચિંતા છે

રીક્ષાની નિયમિતતા અને સાવચેતીની અભાવના કારણે હજારો બાળકોને જિંદગી અને મરણ વચ્ચેની સમસ્યા જોવા મળી રહી છે. આ પ્રકારના સ્કૂલ જતા બાળકો ખૂબ જ જોખમી છે. બાળકોને સલામત અને આરામદાયક પરિવહનની જરૂર છે વાલીઓ અને સ્થાનિક સમુદાયને આશા છે કે પોલીસ તાત્કાલિક પગલાં લઈ અને બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કરશે. તમામ વાલીઓએ પોતાના બાળકોની સુરક્ષા અંગે સજાગ રહેવા જરૂર છે સ્થાનિક સમુદાયમાં આ બાબતને લઈને ચર્ચા ચાલી રહી છે અને લોકો સામાજિક મીડિયા પર પણ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વહેંચી રહ્યા છે હવે જોવું છે કે પોલીસ વિભાગે આ મામલે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને બાળકોને સુરક્ષિત રીતે શિક્ષણ મેળવવા માટે કઈ રીતે પગલાં ભરશે..

અહેવાલ: આરીફ શેખ (નવસારી)