
રાજયના ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ મા જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા ફુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.
આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સહિતાનું પાલન થાય તથા ચૂંટણી મૂકત, ન્યાયી તથા પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ / બેનર્સ વગેરેના ઉપયોગ નિયંત્રિત કરવા જરૂરી જણાય છે.
આથી અનિલ રાણાવસિયા આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ હેઠળ તેમને મળેલ અધિકરાની રૂ એ કેટલાક હુકમ કરેલ છે. જે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, બાટવા. વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬- કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર્સ, કટ આઉટ મુકવા વિગેરે માટે નીચેની બાબતોનો અમલ કરવાનો હુકમ કરવામાં આવે છે.
કોઈપણ જાહેર મિલકત / જાહેર જગ્યા પર દીવાલ પર લખાણ કરવા, પોસ્ટર્સ / કાગળો ચોટાડવા અથવા કોઈપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઠંડા વગેરે લગાડવા પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહી.આમ છતાં. જો સ્થાનિક કાયદાઓ, ચુકવણી કરીને કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને મુકરર કરવામાં આવેલા જાહેર સ્થળે જાહેર ખબરનાં સૂત્રો લખવાની, પોસ્ટર્સ, વગેરે પ્રદર્શિત કરવાની કે લખાણો, પાટિયા ઝંડા વગેરે લગાડવાની રજા કે છૂટ આપતા હોય તો, કાયદાની પ્રસ્તુત જોગવાઈઓ પ્રમાણે અને કોર્ટના આદેશોને ચુસ્તપણે આધીન રહીને એમ કરવા દેવાની રજા આપવી. એ બાબત સુનિશ્ચિત કરવી કે આવી કોઈ જગ્યા પર કોઈ અમુક પક્ષ/પક્ષો અથવા ઉમેદવાર/ઉમેદવારો નું વર્ચસ્વ ઇજારો ન હોય તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવી.વધુમાં, ચંટણી જાહેર કરવામાં આવ્યા પછી, આ હેતુ માટે આપવામાં આવેલી કોઈપણ જગ્યાનો વિસ્તાર વધારવો કે ઘટાડવો નહી.જાહેર મિલકતનો અર્થ ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ ની કલમ-૨(બી) મુજબનો રહેશે અને બગાડનો અર્થ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૨૪(૧) મુજબનો રહેરો.
કોઈ રાજકીય પક્ષ / ઉમેદવાર તથા કોઈ વ્યકિત દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ આઉટ, જાહેરાત, પાટીયા અથવા બેનર્સ વિગેરે પ્રદર્શિત કરવામાં આવશે તો તે ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે..
આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬: કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫- પ્લાસવા મતદારમંડળના મતદારવિસ્તારમા તા. ૨૧/૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)