કર્મચારી/કામદારોને વારાફરતી ત્રણ કલાકની રજા મળશે
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાશે.
ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. એમ સરકારી શ્રમ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ, સોમનાથ).