સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૫. સ્થાનિક સ્વરાજ્ય ના એકમોની ચૂંટણી માટે જિલ્લામાં કંટ્રોલ રૂમ નંબર જાહેર.

સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી, તાલાલા/ઉના અને કોડિનાર નગરપાલિકા સામાન્ય ચૂંટણી તા.૧૬-૦૨-૨૦૨૫ના રોજ યોજાશે.

જે માટે મતદાનના દિવસે કલેક્ટર કચેરી, ગીર સોમનાથ તથા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આચાર સંહિતાના અમલીકરણ નોડલ ઓફિસરશ્રી, જિલ્લા પંચાયત કચેરી, ગીર સોમનાથ ખાતે કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કંટ્રોલરૂમમાં કલેક્ટર કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૨૫૧ તેમજ જિલ્લા પંચાયત કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૨૭૧ છે. એમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ, સોમનાથ)