સ્પેશ્યિલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલ મંડળના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ

દિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫ વર્ષ, ભાઈઓની બંને વ્યક્તિગત ઇવેન્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત પેરા સીટીંગ વોલીબોલની ટીમ ઇવેન્ટમાં પણ પરાક્રમસિંહ કનુભા ગોહિલે પ્રથમ નંબર મેળવ્યો.


આવનારાં સમયમાં નડિયાદ ખાતે રમાનારી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ઉપરોક્ત તમામ રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. પરાક્રમસિંહ કનુભા ગોહિલ રેલવેમાં હાલ મંડલ રેલ પ્રબંધક કાર્યાલયમાં વાણિજ્ય વિભાગમાં ચીફ કોમર્શિયલ ક્લાર્કની પોસ્ટ ઉપર કાર્યરત છે.આ તબક્કે એમણે ‘દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટ’ ના સહયોગથી પ્રેક્ટિસ કરેલ અને ટ્રસ્ટનું તેમજ ભાવનગર રેલ મંડળનું નામ રોશન કરેલ છે. કુલ રુ:-૧૩૦૦૦/- ની પ્રાઈઝ મની જીતેલ. મંડલ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમાર, અપર મંડલ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્મા અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ સહિત તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)