સુરત :
સ્માર્ટ મીટરને લઈને સરકાર ફિક્સમાં મૂકાઈ ગઈ છે. બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી હતી. જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજીવીસીએલમાં જમા કરાવવામાં આવી હતી.
પુણા વિસ્તારના સ્થાનિકોમાં વધતો વિરોધ
સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા 5 હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલની વડી કચેરી કાપોદ્રા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી. લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)