સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ એક ડોક્ટર નશાની હાલતમાં પકડાયો

સુરત
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે. હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મનાવવાના સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે. હજુ તો ઋત્વિકને સસ્પેન્ડ કરવામાં જ આવ્યો છે ત્યાં સ્મીમેરમાંથી બીજો એક ડોક્ટર પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે અનીતિનું ધામ બન્યું હોય તેવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યાં છે. ઋત્વિક દરજીના થાઈ ગર્લ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગનો ડોક્ટર લાલ આંખ સાથે સામે આવ્યો હતો. તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ . ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન નશામાં મળી આવ્યો હતો. પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી. જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)