“સ્વચ્છતા હિ સેવા “ પખવાડિયા ઉજવણી કાર્યક્રમ અંતગર્ત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર શૌચાલય, લોલ નદીમાં સફાઈ અને શહેરના હેરીટેજ વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ.

જૂનાગઢ

Advertisement

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસો ને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ ના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી વાજા ની સુચના મુજબ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ છે,જેમાં આજરોજ તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ શહેરના જાહેર શૌચાલયો, સાબલપુર પાસે આવેલ લોલ નદી, શહેરના હેરીટેજ વિસ્તાર એવા મહોબત મકબરામા સફાઈ ની કામગીરી કરવામા આવી હતી. શાળાઓમાં સ્વચ્છતા અને કચરાનું વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અંગે શેરી નાટક યોજવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement