સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન.

જૂનાગઢ

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ (IAS)ના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા (GAS), આસિ.કમિશનર(વ) શ્રી જયેશભાઈ પી. વાજા તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી.ટોલીયાની સુચના મુજબ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેર માં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ છે.જેમાં આજ રોજ તા.૧૯/૦૯/૨૦૨૪ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહાનગરપાલીકા,જુનાગઢ દ્વારા મ્યુનિસિપલ કોર્ડીનેટર યોગ કોચશ્રી વૈશાલીબેન ચુડાસમા અને યોગ સાધકો દ્વારા મોતીબાગ ખાતે આવેલ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના કેમ્પસ અને ગાર્ડનમાં સફાઈ અભિયાન યોજાયેલ, સફાઈ અભિયાનમાં શહેરના જાહેર શૌચાલયો, બાગ-બગીચામાં સફાઈ અભિયાન તેમજ શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિશેની જાણકારી આપવામાં આવી. શહેરમાં વિવિધ વિવિધ જગ્યા પર “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)