સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર શૌચાલય,જાહેર પાર્કિંગ,માર્કે,રીક્ષા સ્ટેન્ડ,હાઈ-વે રોડમાં સઘન સફાઈ ઝુંબેશ.

જૂનાગઢ

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસો ને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત માન. કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી વાજા ની સુચના મુજબ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ જેમાં આજ રોજ તા.૨૧ /૦૯/૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫મા આવેલ જાહેર શૌચાલય,શહેરના જાહેર પાર્કિંગ,માર્કેટ,રિક્ષા સ્ટેન્ડ, હાઇ-વે રોડમા સફાઈ અભિયાન ઉપરાંત માં શહેરની શાળાઓમા સ્વચ્છતા અને કચરાનું વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપી સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement