“સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા – 2025 પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. આ અભિયાનને પ્રેરક અને સર્જનાત્મક બનાવવા માટે વેરાવળ કોચિંગ ડિપોમાં વિશેષ પહેલ રૂપે “વેસ્ટ ટુ આર્ટ” પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની પ્રેરણા અને વરિષ્ઠ મંડળ યાંત્રિક અભિયંતા એસ. કે. મિશ્રાના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ મંડળ અભિયંતા અક્ષય દેસાઈ તથા તેમની ટીમે આ અનોખી પહેલ કરી.
✨ સર્જનાત્મક કૃતિઓ:
કબાટ અને અનઉપયોગી રેલવે સામગ્રીમાંથી આકર્ષક કલા કૃતિઓ તેમજ ડસ્ટબિન બનાવવામાં આવ્યા.
ધાતુના કબાટમાંથી બનાવવામાં આવેલું પ્રાણી આકૃતિ ધરાવતું ડસ્ટબિન કર્મચારીઓ અને મુસાફરોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે છે.
બીજી કલા કૃતિમાં માનવ આકૃતિ દ્વારા ડસ્ટબિન ખેંચવાનું મોડેલ તૈયાર થયું, જે સામૂહિક પ્રયત્નોથી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો સંદેશ આપે છે.
🌱 હેતુ અને સંદેશ:
આ પહેલનો હેતુ માત્ર રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો નથી, પરંતુ સ્ક્રેપ સામગ્રીનો સદુપયોગ, પર્યાવરણ સંરક્ષણ અને નવનિર્માણને પ્રોત્સાહન આપવાનો પણ છે.
વેરાવળ કોચિંગ ડિપોની આ સર્જનાત્મક પહેલ “સ્વચ્છતા હી સેવા” અભિયાનના મૂળ સંદેશ — “સ્વચ્છતામાં જ સેવા છે” — ને વધુ શક્તિશાળી રીતે આગળ ધપાવે છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ