જૂનાગઢ
સ્વચ્છત્તા હી સેવા-2024 ઝૂંબેશ અંતર્ગત ધાર્મિક, પ્રવાસન અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.
શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢનાં ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ પૂજ્ય મુક્તાનંદજી બાપુ ના આશિર્વાદ થી તા.૨૮/૯/૨૪ ને શનિવારના રોજ એસટી બસ સ્ટેન્ડ,જૂનાગઢ ખાતે યોજાએલ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર,જોષીપુરાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જીવંત સાંસ્કૃતિક નાટકની અદ્દભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત જનસમુદાય ને જાગૃત કરવાનો ઉમદ્દા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢનાં કો-ઓર્ડિનેટરશ્રી પ્રતાપસિંહ ઓરા, આ શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા, શિક્ષકોશ્રી નયનાબા મોરી, ઇલાબેન બાલસ, અને હેમાલીબેન સોલંકી, ST વિભાગના વિમલભાઈ મકવાણા, ડેપો મેનેજરશ્રી જીતુભાઈ વાઢીયા એ.ટી.આઈ.
સંજયભાઈ વાળા એ.ટી.આઇ.અરૂણભાઇ મકવાણા સુપરવાઈઝર અધિકારીશ્રીઓ હાજર રહી વિદ્યાર્થિનીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)