ખેડબ્રહ્મા | માહિતી બ્યુરો
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષા અપાઈ, જેનો ઉદ્દેશ્ય ગામોમાં ઘન કચરો એકત્ર કરવાની કામગીરીમાં વધુ સુધાર લાવવાનો છે.
આ વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ, કારોબારી અધ્યક્ષશ્રી, ટીડીઓ શ્રી એમ.આઈ. પટેલ, નાયબ ટીડીઓ, સ્થાનિક સરપંચશ્રી, વહીવટદારશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રીક્ષાઓનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરના દરવાજે કચરો એકત્ર કરવા માટે કરવામાં આવશે અને સ્વચ્છતાને વધુ બળ આપશે.
અહેવાલ: ગુજરાત બ્યુરો