‘સ્વયં અને સમાજ માટે યોગ’ના સંદેશ સાથે જૂનાગઢના બહાઉદ્દિન કોલેજનાં પટાંગણમાં જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ

જૂનાગઢ

‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે તા. ૨૧ જૂનના રોજ જૂનાગઢનાં બહાઉદ્દિન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જૂનાગઢનાં ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતીન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાભવનનાં વડા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત-ગમત અને યુવા વિકાસ અધિકારી સુશ્રી નિતાબેન વાળા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)