જૂનાગઢ જિલ્લાના માળિયા સબ સેન્ટર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મહિલા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો. સ્વપ્ના ભરડા, લેબ ટેક. હીનાબેન કમાણી અને માળિયા-1 સબ સેન્ટરની આરોગ્ય ટીમ દ્વારા લાભાર્થીઓનું સંપૂર્ણ આરોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં કરવામાં આવેલી તપાસણીઓમાં સામેલ હતી:
ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનીંગ
સીકલ સેલ અને હિમોગ્લોબિન લોહીની ચકાસણી
બી.પી. (Blood Pressure) માપણી
ડાયાબિટીસ પરીક્ષણ
આંખની તપાસ
આ કેમ્પમાં 100થી વધુ મહિલાઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ