હત્યાના ગુનામાં છેલ્લા 14 માસથી ફરાર આરોપીને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યો 

હત્યાના ગુનામાં છેલ્લા 14 માસથી ફરાર આરોપીને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યો 

સુરત :

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં હત્યા કરી છેલ્લા 14 મહિનાથી ફરાર થયેલા આરોપીને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 માસ પહેલા એક હત્યાની ઘટના બની હતી.જેમાં સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોર શરૂ કરી હતી. 14 માસ સુધી આરોપી પોલીસથી બચવાં નાસતો ફરતો હતો. દરમ્યાન સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સચિન કુમાર હસમુખ લાલ અને મિહિર કુમાર મનુ ભાઈને અંગત બાતમી મળી હતી જેમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં જ હત્યાના ગુનામાં ફરાર 25 વર્ષીય આરોપી કેશનપાલ ઉર્ફે કિષ્ણા મૈયાદીન વર્માની ધરપકડ કરી 14 માસ બાદ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સૂરત)