હનુમાન જન્મ મહોત્સવ – સાળંગપુરમાં ભવ્ય ઉજવણી!

સાલંગપુર (12 એપ્રિલ 2025):
આજે, હનુમાન જન્મ મહોત્સવના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાલંગપુર ધામમાં એક ભવ્ય અને દીવિય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી માટે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન થયું.

હનુમાનજીના સુવર્ણ શણગાર:
આ ઉસ્તુત હવન અને આરતીમાં સૌથી વિશેષ ઘટના રહી – હનુમાનજીને 8 કિલોના પ્યોર સોનાના વાઘા પહેરાવવાનો. આ સુવર્ણ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ વાઘાને તૈયાર કરવામાં 22 ડિઝાઇનર્સની ટીમ અને 100 સોનિયોના મહેનતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને તૈયાર કરવામાં 1050 કલાકનો સમય લાગ્યો હતો.

વિશેષ કાર્યક્રમો:

  • મંગળા આરતી અને શણગાર આરતી સવારે 5:15 અને 7:00 કલાકે યોજાઈ.
  • પંચમુખી હનુમાનજીના અભિષેક અને અન્નકૂટ આરતી બપોરે 11:30 કલાકે કરવામાં આવી હતી.
  • 51,000 બલૂન ડ્રોપ અને ભવ્ય આતશબાજી દ્વારા ભક્તોને સ્વાગત કરાયું.
  • 3000+ સ્વયંસેવકો તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થાના માધ્યમથી 10,000થી વધુ વાહનોની આરામદાયક પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ