ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે વધતી ગરમીના કારણે લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજી વધુ ઉથલપાથલ થવાની સંભાવના છે. તો જાણીએ આગામી દિવસોમાં હવામાન કઈ દિશામાં જશે?
ગુજરાતમાં બેવડી ઋતુનો અસરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી હોય છે, પરંતુ બપોર થતાંજ તાપમાન વધી જાય છે. ઉત્તરપૂર્વ-પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મહત્તમ તાપમાન 33°C આસપાસ પહોંચી ગયું છે, જે સામાન્ય કરતા 3°C વધુ છે. લઘુત્તમ તાપમાન પણ 1-2°C વધ્યું છે, જે લોકો માટે અણધાર્યો અનુભવ સાબિત થઈ રહ્યો છે.
➡ અગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે
➡ આવતા 5 દિવસ તાપમાન યથાવત રહેશે
➡ હવામાન અસ્થિર, ગરમી ધીમે ધીમે વધી શકે
“આ તાપમાનમાં વધ-ઘટ આગામી દિવસોમાં વધુ થઈ શકે છે. હવામાન અસ્થિર હોવાથી લોકોને ખાસ સાવચેતી રાખવી પડશે. ગરમી વધશે અને કેટલીક જગ્યાએ અચાનક પવનની ગતિ પણ વધી શકે છે. જ્યારે એક બાજુ વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે બપોરે બહાર નીકળતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. મોસમના આ અચાનક ફેરફારને કારણે લોકોની તબીયત પર પણ અસર થઈ શકે છે.
શું હવામાન ક્યારે પાટે ચડશે? કે પછી હજુ ગરમી વધશે? વધુ માહિતી માટે જોડાયેલા રહો [JK 24X7 NEWS] સાથે. નવીનતમ હવામાન અપડેટ્સ માટે જોતા રહો!