USBRL પ્રોજેક્ટના સફળતાપૂર્વક કાર્યરત થયા પછી, લાંબા સમયથી રાહ જોઈ રહી મુસાફરીમાં ઝડપથી ફેરફાર જોવા મળશે. હવે કટરાથી શ્રીનગરની મુસાફરી ફક્ત 3 કલાકમાં પૂરી થઈ જશે, જ્યારે અગાઉ આ માર્ગે રોડ દ્વારા મુસાફરી કરવાને 6 થી 7 કલાક લાગતા હતા.
આ નવી ટ્રેન સેવા, ‘વંદે ભારત’, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી માટે વધુ સગવડપૂર્વકનો વિકલ્પ પ્રદાન કરશે. USBRL પ્રોજેક્ટના ભાગ રૂપે, કાઝીગુંડ-બારામુલ્લા સેક્શન 2009 માં શરૂ થયું હતું અને 2013માં 18 કિમીનો બનિહાલ-કાઝીગુંડ સેક્શન અને 2014 માં 25 કિમી ઉધમપુર-કટરા સેક્શન કાર્યરત કરવામાં આવ્યું હતું. 2023માં, બનિહાલ થી સાંગલદાન અને હવે સાંગલદાન થી કટરા વચ્ચે રેલવે લાઇન ચાલુ થવા જઈ રહી છે.
વિશ્વના સૌથી ઊંચા રેલ આર્ચ બ્રિજ – ચેનાબ બ્રિજ, આ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે, જે સફરને વધુ અનોખી બનાવશે. હવે, ટનલ, પુલ અને ખીણોના માધ્યમથી રેલ મુસાફરી વધુ આનંદપ્રદ અને સુખદ બની રહેશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ