હાથ બનાવટના દેશી તમંચા સાથે સચિન જીઆઇડીસી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો.

સુરત :

સુરત શહેરના અધોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે એક આરોપીને દેશી હાથ બનાવટી તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ઈંડાષ્ટ્રીયલ વિસ્તાર તરીકે ગણાતો સચિન જીઆઇડીસી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ અને હેડ કોન્સ્ટેબલ અનંત કુમાર દિનેશ ચંદ્રને બાતમી મળી હતી જેના આધારે બરફ ફેક્ટરી પાસે જાહેરમાં એક યુવક 26 વર્ષીય પ્રદીપ સિંગ ઉર્ફે રાજ ઠાકુર બબલુસિંગ પરિહારને હાથ બનાવટી દેશી તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ સચિન જીઆઇડીસી પોલીસ આરોપીની ધરપકડ કરી તમંચા કોની પાસેથી લાવ્યો હતો અને લાવવા પાછળ શું ઈરાદો હતો તે દિશામાં હાલ પોલીસ તપાસ શરૂ કરી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)