જિલ્લા કલેકટર અને યુ.આઇ.ટી બ્રાન્ચ, નવસારી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે હાલમાં છેલ્લા થોડા સમયથી આધાર કાર્ડ અપડેટ તથા આધાર કાર્ડ માં સુધારણા નો કાર્યક્રમ યુ.આઇ.ટી બ્રાન્ચ માં ચાલી રહ્યું છે જેમાં હાલમાં સરકારશ્રીએ નવા નિયમો બનાવેલા છે કે(૧) જન્મ તારીખ ના દાખલા માં બાળકનું નામ એક લાઈનમાં પૂરું હોવું જરૂરી છે તથા માતા પિતા નું નામ તેમના આધાર કાર્ડ પ્રમાણે જ જોઈએ (૨)જન્મ જન્મ તારીખના દાખલામાં હવે અટક આગળ આવતી નથી જેથી જો કોઈ વાલીને તેમના આધારકાર્ડમાં નામ સુધારવાની જરૂર પડે તો સૌ પ્રથમ તેમાં સુધારો કરાવી ત્યારબાદ વાલીના આધાર પરથી છોકરા નું આધાર બનાવી શકશે ,(૩) અને વાલી નું આધારકાર્ડ 10 વર્ષથી અપડેટ થયેલું ન હોય તો પ્રથમ તે કરાવવાનું અનિવાર્ય છે .
આમ ઉપરોક્ત તમામ હાલમાં જે આધાર કાર્ડ અપડેટ માટેના બનાવેલા છે જેને કારણે આમ જનતા ગરીબ જનતા મધ્યમ વર્ગની જનતા તથા અભણ જનતાને ખૂબ જ તકલીફનો સામનો કરી કરવો પડી રહ્યો છે વધુમાં બાયોમેટ્રિક અપડેટ ડોક્યુમેન્ટ અપડેટ તથા બીજા બધા અપડેટ માટે 50, 100, તથા 300, થી પણ વધુ ફિ ના જે ધોરણ નક્કી કરેલા છે તે પણ વધુ પડતા છે અને આમ પણ સરકારની ફરજ પ્રમાણે આ બાબતે અમારી નમ્ર વિનંતી છે કે આ તમામ સુવિધાઓ સરકારશ્રીએ મફતમાં પ્રોવાઈડ કરવી જોઈએ અથવા ખૂબ નજીવી ફી રાખવી જોઈએ જેથી આમ જનતાને તકલીફનો સામનો કરવો પડે નહીં આ બાબતે આજરોજ વિનંતી પત્ર આપી જિલ્લા કલેક્ટર શ્રી તથા યુ.આઇ.ટી (આધાર કાર્ડ નોંધણી) વિભાગને આવેદનપત્ર આપી ગરીબ જનતા હિતમાં રજૂઆત કરેલ છે અને આ તમામ નિયમો સરકાર શ્રી જે બનાવેલા છે તે પ્રજાને ખૂબ જ અગવડતા ભર્યા અને ત્રાસદાયક દરેક લાગી રહ્યા છે વધુમાં આધાર કાર્ડ અપડેટ ના હોય તો સરકારી સ્કીમનો પણ કોઈ લાભ મળતો નથી જે બાબતે આજરોજ જિલ્લા કલેકટરને લેખિતમાંરજૂઆત સામાજિક કાર્યકર એડવોકેટ પ્રદીપ ગઢ અંકુશ અને એડવોકેટ રશ્મિ હળપતિએ આમ જનતા ના હિતમાં ન્યાયની માંગણી કરી છે.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)