સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડૉ.રતનકંવર ગઢવી ચારણના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જળસંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૪ અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જળ સંચય અભિયાન ૨૦૨૪ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ ૨૫૮.૪૩ લાખના ખર્ચે ૧૪૫ કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં સિંચાઇ (પંચાયત) દ્વારા ૨૪૨.૪૩ લાખના ખર્ચે ૧૦૪ કામો, સિંચાઇ (રાજ્ય) દ્વારા ૧૧.૯૫ લાખના ખર્ચે ૩૨ કામો અને વન વિભાગ દ્વારા ૪.૦૫ લાખના ખર્ચે નવ કામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા (ખેડબ્રહ્મા)