સાબરકાંઠાના હિંમતનગર ખાતે નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળનો ૨૪ મો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સર્વ પ્રજાપતિ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવાની સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પ્રજાપતિનું સમાજના અગ્રણી દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
મિત્ર મંડળના ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષમાં પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ કોદરભાઈ પ્રજાપતિની નિમણુક કરવામાં આવી હતી કે જેઓ રૂપાલ પરગણા પ્રજાપતિ સમાજના અધ્યક્ષ અને સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે પોતાની ફરજો નિભાવી રહ્યા છે. મંત્રી તરીકે હરેશભાઈ મગનભાઈ પ્રજાપતિ (પેઈન્ટર) ની વરણી કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય મહેમણન તરીકે ડો. દિનેશભાઈ ડી. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય બિપીનભાઈ ઓઝાનીખાસ ઉપસ્થિતીમાં.કરવામાં આવ્યું. સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા સમાજના વિકાસ અને પ્રગતિ બાબતે સલાહ સૂચનો આપી સૌ કોઈને તેનાથી અવગત કર્યા હતા અને સાથ સહકારની અપેક્ષા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)