હિન્દુ સનાતન સંસ્કૃતિ સાથે ચેડાં કરનાર મહારાજ ફિલ્મની સામે વડોદરામાં ભભૂકતો આક્રોશ

વડોદરા

ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે મહારાજ મુવીના વિરોધમાટે વૈષ્ણવાચાર્ય વાગીશકુમારજી મહારાજ ના સાનિધ્યમાં સુખધામ હવેલી ખાતે વૈષ્ણવો હિન્દુ આગેવાનો કાર્યકરો ની બેઠક યોજાઈ હતી.

ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિકતા સંસ્કાર સંસ્કૃતિ પ્રત્યે ચેડા કરનાર મુવી મહારાજ ફિલ્મ તાકીદે દૂર કરવા માટે બેઠક યોજાઈ હતી. હર હંમેશ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના રખેવાળ વાગીશકુમારજી મહારાજના સાનિધ્યમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં વિશાળ જન સંખ્યામાં વૈષ્ણવ સમાજના અન્ય હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજના આગેવાનો ની બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં શું કાર્યક્રમ યોજવા તે અંગેની વિચારોની આપ લે કરવામાં આવી તેમણે જણાવ્યું કે પ્રભુ શ્રી રામ, અને કૃષ્ણ સાથે ચેડા કરનારને ક્યારે માફ ન કરાય માટે સૌએ સાવધ રહીને સાવચેત રહીને સંગઠિત થઈને મહારાજ મુવી ફિલ્મનો ક્રમાનુસાર તબક્કાવાર શાંતિથી વિરોધ કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અમિત શાહ, યુપી સીએમ યોગીજી નાનામાં નાના કોર્પોરેટરો અને સરપંચો સુધી આ વાત પહોંચાડીને હિન્દુ સનાતન સંસ્કૃતિને લાગણીને ઠેસ ન પહોંચે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવવાન કર્યું હતું.

આજરોજ વાગીશકુમારજી ના આગેવાની હેઠળ વિશાળ જન સંખ્યામાં વૈષ્ણવો, હિન્દુ સંસ્કૃતિના સંવર્ધક આગેવાનો સ્કૂટર રેલી રૂપે વિવિધ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો હોવાનો સંકલ્પ લેવાયો છે.રેલીનું પ્રસ્થાન સાંજના ૭.૦૦ કલાકે સુખધામ હવેલી થી નીકળીને પાણીગેટ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કાર્યકરો જઈને વિરોધ વ્યક્ત કરતું લેખિતમાં આવેદનપત્ર આપનાર હોવાનું જાણવા મળે છે અને રેલીમાં સૌને જોડાવા માટે અપીલ કરાઈ છે.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)