તાલાલા પોલીસના સર્વેલન્સ સ્ટાફે હિરણવેલ ગામે જાહેરમાં ચાલી રહેલા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરતા એક મોટી કાર્યવાહી કરી છે. ગામે પાણીના ટાંકાના પાસે શેરીમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના પાસેથી રોકડ રૂ. 13,270 તેમજ જુગાર સાહિત્ય કબજે કરીને ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર દ્વારા તગડી સૂચના આપવામાં આવી હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જુગારધારા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન ચાલે તે અંગે કડક પગલાં લેવામાં આવે.
આ સૂચનાને પગલે તાલાલા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પો.કોન્સ. સિદ્ધરાજસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે હિરણવેલ ગામે જાહેરમાં ખુલ્લી જગ્યાએ ચાલતી જુગાર રમતમાં રેડ પાડવામાં આવી હતી.
પોલીસે જેમાંથી નીચેના 9 શખ્સોને પકડી પાડ્યા છે:
(1) ભીમજીભાઈ પુનાભાઈ મકવાણા
(2) વિનોદભાઈ કાળાભાઈ મકવાણા
(3) ભુપતભાઈ મુળુભાઈ મેરુડા
(4) ભાવેશભાઈ મનુભાઈ પરમાર
(5) જયદીપભાઈ કાનજીભાઈ બારૈયા
(6) દિનેશભાઈ ભીખાભાઈ ચાવડા
(7) ગૌતમભાઈ રાજેશભાઈ બારૈયા
(8) અલ્પેશભાઈ વિક્રમભાઈ દેવધરીયા
(9) સંજયભાઈ વશરામભાઈ દેવધરીયા
આરોપીઓ હિરણવેલ અને ગીરગઢડા તાલુકાના રહેવાસી છે. તેમની સામે તાલાલા પો.સ્ટે. ગુ.ર. નં. 11186007250991/2025 મુજબ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કુલ રૂ. 13,270 ની રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પો. હેડ કોન્સ. દેવેન્દ્રભાઈ ગાંધે, એ.એસ.આઈ. રણજીતસિંહ ડોડીયા, પ્રતિપાલસિંહ કાગડા, પો. હેડ કોન્સ. ગોવિંદભાઈ મારૂ તથા પો. કોન્સ. સિદ્ધરાજસિંહ પરમારનો સહકાર રહ્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ