હીટ વેવથી બચવા માટે જરૂરી પગલા અંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

હીટ વેવથી બચવા માટે જરૂરી પગલા અંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

સુરત :

સુરત જિલ્લા સહિત હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષા થઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન પણ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુ-પક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જે માટે સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

રેડ એલર્ટ:

૪૫ કે તેથી વધુ ડિગ્રી સે.ના તાપમાનને રેડ એલર્ટની પરિસ્થિતિ તરીકે ગણાવાય છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઈ શકે છે. જેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)