હોર્ડિંગ્સ ઉતારશો પરંતુ લોકોના હદયમાંથી નહિ કાઢી શકશો : કોંગ્રેસ કાર્યકર*

*બનાસકાંઠામાં હોર્ડિંગ્સનુ રાજકારણ*

બનાસકાંઠા

*હોર્ડિંગ્સ ઉતારશો પરંતુ લોકોના હદયમાંથી નહિ કાઢી શકશો : કોંગ્રેસ કાર્યકર*

 

બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રાતોરાત કોઈ અજાણ્યા શખ્સોએ હોર્ડિંગ્સ ઉતારી લેતા હવે જિલ્લામાં હોર્ડિંગ્સનુ રાજકારણ શરૂ થયું છે. બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે હવે હોર્ડિંગ્સ દૂર કરાતા કોંગ્રેસ લાલઘૂમ જોવા મળી રહી છે. આજે મહિલા કોર્પોરેટર સહિત કોંગ્રેસ આગેવાનો કલેકટરને રજુઆત માટે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ભાજપ સામે આક્ષેપ કરી કલેકટરને લેખિત રજુઆત કરી હતી.

 

બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતરી જનતાને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે હવે આ ચૂંટણી રસાકસીનો ખેલ હોર્ડિંગ્સને લઈને પણ શરૂ થયો છે. પાલનપુર અને ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના હોર્ડિંગ્સ રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. જોકે આજે કોંગ્રેસની રજુઆત બાદ પણ હજુ આ અંગે કોઈ નક્કર પગલાં ના લેવાયા હોવાના આક્ષેપ કોંગ્રેસ કાર્યકરોએ કર્યા છે.

 

*આ અધમ કૃત્ય કહેવાય*

હોર્ડિંગ્સ ઉતારી લેતા રજુઆત માટે પહોંચેલા કોંગ્રેસ મહિલા નેતા લક્ષ્મીબેન કરેણે ભાજપને આડેહાથ લીધી હતી અને હોર્ડિંગ્સ ઉતારી લેવા બાબતે કહ્યું કે આ અધમ કૃત્ય કહેવાય ચૂંટણી લોકશાહી ઢબે થવા દો તમે બજારમાંથી હોર્ડિંગ્સ દૂર કરશો પરંતુ લોકોના હદયમાંથી કોંગ્રેસને દૂર નહિ કરી શકો.

*ભાજપવાળા રઘવાયા થયા છે*

પાલનપુર નગરપાલિકાના મહિલા કોર્પોરેટર આશાબેન રાવલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હારવા માટે જઈ રહી છે એટલે રઘવાઈ થઈ જે કોઈ એજન્સી અથવા લોકોએ ખોટીરીતે હોર્ડિંગ્સ ઉતાર્યા જશે તો અમેં એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું,અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ અમે હાર માનીશુ નહી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં વાતસ્વીક મુદ્દાઓ જાણે ભુલાઈ ગયા હોય અને તે મુદ્દાઓથી ધ્યાન હટાવી જનતાને માત્ર ભાજપ કોંગ્રેસ અને અંદારો અંદરના વાદ વિવાદ તેમજ જાહેર મંચોથી ચીમકીઓ ઉચ્ચારવાનું અને હોર્ડિંગ્સ ઉતારી સાવ નિમ્ન સ્તરની ચૂંટણી જામી હોય તેમ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનુ માનવું છે.

 

સંવાદદાતા :- અયુબ પરમાર