👉 નવસારી, તા. ૧૨ માર્ચ, ૨૦૨૫ – હોળી અને ધુળેટી તહેવારને શાંતિપૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી. ઝાલા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
➡️ તહેવારની તારીખો:
📅 હોળી: તા. ૧૩ માર્ચ, ૨૦૨૫ (ગુરૂવાર)
📅 ધુળેટી: તા. ૧૪ માર્ચ, ૨૦૨૫ (શુક્રવાર)
➡️ પ્રતિબંધિત કૃત્યો:
🚫 જાહેરમાં કોઈને અપમાનિત કરવાના ઇરાદે બુમો પાડવો
🚫 પ્લાસ્ટિકની કોથળીઓમાં પાણી ભરીને ફુગ્ગા ફેંકવા
🚫 મકાન અથવા એપાર્ટમેન્ટમાંથી રાહદારીઓ અને વાહનો પર પાણી કે ફુગ્ગા ફેંકવા
🚫 રસ્તા પર આડાશ ઉભી કરી અવરજવર રોકવી
🚫 ધાર્મિક લાગણીઓ દુભાય તેવા સુત્રોચ્ચાર કરવું
🚫 કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા વર્તન કરવું
➡️ સજા:
📌 જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતા (IPC)ની કલમ મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે.
👉 જાહેરનામું સમગ્ર નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં અમલમાં રહેશે અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
📌 લોકમંગલ માટે: તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને પ્રેમભર્યા વાતાવરણમાં થાય તે માટે સહયોગ આપવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે.
📍 અહેવાલ: આરીફ શેખ (નવસારી)