મુસાફરોની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાને રાખીને અને સુવિધા વધારવાના હેતુસર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ભાવનગર ટર્મિનસથી અયોધ્યા કેન્ટ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ૧૧ ઓગસ્ટ ૨૦૨૫થી દર સોમવારે ટ્રેન નં. ૧૯૨૦૧/૧૯૨૦૨ ‘ભાવનગર–અયોધ્યા કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ’ દોડશે.
ટ્રેનનો સમયપત્રક
ટ્રેન નં. ૧૯૨૦૧ ભાવનગર ટર્મિનસથી ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ (સોમવાર)ના રોજ બપોરે ૧૩:૫૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે ૧૮:૩૦ વાગ્યે અયોધ્યા કેન્ટ પહોંચશે.
પરત ફરતી ટ્રેન નં. ૧૯૨૦૨ અયોધ્યા કેન્ટથી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ (મંગળવાર)ના રોજ રાત્રે ૨૨:૩૦ વાગ્યે પ્રસ્થાન કરીને ગુરુવારે સવારે ૦૪:૪૫ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
સ્ટોપેજ
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ અને બારાબંકી જંકશન પર બંને દિશામાં રોકાશે.
કોચ રચના
ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચનો સમાવેશ રહેશે.
બુકિંગ માહિતી
ટ્રેન નં. ૧૯૨૦૧ માટે ટિકિટ બુકિંગ ૩ ઓગસ્ટ ૨૦૨૫ (રવિવાર)થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરો સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ