૧૫ વર્ષીય પુત્ર ગુમ થતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી શોધી પરીવાર સાથે મીલન કરાવતી નેત્રમ શાખા.

જૂનાગઢ

પોરબંદર ના વતની સવિતાબેન રમેશભાઇ મકવાણા પોતાના પુત્ર સાથે જૂનાગઢ આવેલ અને પોતાના પુત્રને ગાંધીચોક પાસે બેસાડી પાસેની દુકાનેથી સામાન લેવા ગયેલ પરંતુ જ્યારે તે સામાન લઇને પરત ફરે છે ત્યારે તેમનો ૧૫ વર્ષીય પુત્ર ત્યા બેસેલો જોવા મળેલ નહિ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા.ડી.વાય. એસ.પી. એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. પાયલબેન વકાતર, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો ૧૫ વર્ષીય પુત્ર ચિત્તાખાના ચોક તરફ જતો જોવા મળેલ. જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારના પુત્ર કોર્ટ ક્રોસ થઇ રેલ્વે સ્ટેશન પાસે જતા જોવા મળેલ જે આધારે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ રેલ્વે સ્ટેશન આજુબાજુ તપાસ કરતા અરજદારનો ૧૫ વર્ષીય પુત્ર ત્યાંથી સહી સલામત મળી આવતાં અરજદારના ૧૫ વર્ષીય પુત્રને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવતા અરજદાર એ નેત્રમ શાખા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ, પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)