પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એ.આર.વાળા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર જીલ્લાનાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત, ખુન, લુંટ, ધાડ વિગેરે જેવા ઘણા વર્ષો જુના ગંભીર પ્રકારના ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ લક્ષ્ય આપવા સુચના આપેલ.
આજરોજ તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતાં આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી “જુવાનસિંહ ઉર્ફે મનુભાઇ ગુલાબસિંહ રાઠોડ રહે.બી/૨૫, ચંદનપાર્ક સોસાયટી, ગેબનશા રોડ, વટવા વિસ્તાર, અમદાવાદ વાળો હાલ અમદાવાદ ખાતે તેના ઘરે રહેતો હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની ટેકનીકલ તથા હ્યુમન સોર્ચની મદદથી તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.
નાસતા-ફરતાં આરોપી:-
જુવાનસિંહ ઉર્ફે મનુભાઇ ગુલાબસિંહ રાઠોડ ઉવ.૬૧ ધંધો. ડ્રાઇવીંગ રહે.ગાયત્રી શેરી, બારોટવાસ, પંકજભાઇ બારોટના મકાનમાં ભાડેથી, વટવા વિસ્તાર, અમદાવાદ મુળગામ.- વાળોદરા ગામ, તા.મોરવાહડફ, જી.પંચમહાલ
- આરોપીને પકડવાનો બાકી ગુન્હો:-
ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશન એમ.કેસ. નં.૦૫/૨૦૦૨ I.P.C. કલમ.૪૦૬,૪૨૦,૫૪, મુજબ.
કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, સોહીલભાઇ ચોકીયા, સંજયસિંહ ઝાલા, મજીદભાઇ સમા, હસમુખભાઇ પરમાર, પ્રજ્ઞેશભાઇ પંડ્યા
અહેવાલ : સતાર મેતર, ભાવનગર