૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ઉપરકોટ કિલ્લામાં ૭૬ માં ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવી.

ઉપરકોટ કિલ્લો ભારતના સૌથી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દૃષ્ટિબિંદુઓમાનું એક પ્રવાસન સ્થળ છે.જ્યાં ધ્વજવંદન સાથે ઉપરકોટ સ્ટાફ ના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અદ્ભુત પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ પરેડ ખુબ જ યાદગાર રહી. પ્રવાસીઓના સ્વ અનુભવ પ્રમાણે કહીએ તો કર્તવ્યપથ પર થતી ખુબ જ અદભુત પરેડ ની યાદ અપાવી દે એવી આ પરેડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી.


આવા આહ્લાદક અનુભવોની સાથે જ સવાણી હેરિટેજ ઉપરકોટના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ તોતલાણી દ્વારા અમુક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી જેમ કે,
પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, હવે ૬ વ્યક્તિઓ સુધીના જૂથ માટે RFID BAND ની ફક્ત ૧૦૦ રૂપિયા ડિપોઝિટ લેવામાં આવશે, જે અગાઉ વ્યક્તિ દીઠ ૧૦૦ રૂપિયા હતી. એટલે જ્યાં પહેલા ૬૦૦ રૂપિયા ડિપોઝિટ હતી તે ફકત હવે ૧૦૦ રૂપિયા જ થઈ ગઈ છે.જે રકમ સંપૂર્ણપણે પરત મળવા પાત્ર છે. તેની સાથે સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિજીટલ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરતું સવાણી હેરિટેજનું આ એક પગલું જેમાં RFID BAND જે સુરક્ષા સાથે આટલા બધા ફાયદાઓ આપી રહ્યું છે. RFID BAND ના ફાયદાઓમાં શામેલ એક મહત્વનો લાભ એ છે કે મેનેજમેન્ટને ખુબ જ સરળતા રહે છે દિવસના અંતે પ્રવાસીઓની સંખ્યાની ગણતરીમાં અને અંદર આપવામાં આવતી સેવાઓ તો અલગ જ છે.

જેમ કે કિલ્લાની શરૂઆતમાં band સ્કેન કરીને જ પ્રવેશ મેળવવો ,અંદર પ્રવેશ કર્યા બાદ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે band માં જ રિચાર્જ કરીને અલગ અલગ પ્રકાર ની ખાદ્ય વસ્તુઓનો આનંદ મેળવવો અને એક જ કાઉન્ટર ઉપર પૂર્ણ રકમ ચૂકતે કરીને પ્રક્રિયા ને સરળ બનાવવી તેમજ e vehicle ની સુવિધા નો લાભ મેળવવો.સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ ની દૈનિક સેવા પ્રતિજ્ઞા ના ૩૬૫ દિવસ પૂર્ણ : કંપની દ્વારા શરૂ કરાયેલ પ્રતિજ્ઞા પ્રથા ને પણ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું જે પ્રથા ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેની અંદર પ્રવાસીઓ ની સેવા અને તેમના પ્રવાસ ને અવિસ્મરણીય બનાવવા માટે બધા જ કર્મચારીઓ પોતાના કામના કલાકોમાં કામ શરૂ કર્યા પેહલા જ એક પ્રતિજ્ઞા લે છે. જેમાં પ્રવાસીઓ નો સંતોષ મહત્વપૂર્ણ છે એ વાત પર ભાર મૂકે છે.

જેનો સંપૂર્ણપણે ફાયદો અંતે પ્રવાસીઓને જ થતો આવ્યો જોવા મળ્યો છે. જે પ્રથા સફળતાપૂર્વક અવિરતપણે ભવિષ્ય માં પણ ચાલુ રહેશે અને પ્રવાસીઓના આનંદ અને સુરક્ષામાં વધારો કરશે. સવાણી પરિવાર,ઉપરકોટને એ વાત નો અત્યંત ગર્વ છે.નવજીવન માટેની પહેલ:પ્રવાસીઓની આરોગ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને, કિલ્લામાં સેનિટરી પેડ્સ અને નવજાત શિશુ માટે દૂધ ઉપલબ્ધ કરવાની પહેલ કરવામાં આવી છે.આ તમામ પહેલો પ્રવાસીઓને વધુ સુગમ અને આનંદદાયક અનુભવ આપવા માટે કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)